Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: There will be a radical change in the organizational structure of Ahmedabad city BJP,

Ahmedabad news: અમદાવાદ શહેર BJP સંગઠન માળખામાં થશે ધળમૂળથી ફેરફાર, ટૂંક સમયમાં થશે નવી ટીમની જાહેરાત

Ahmedabad news: અમદાવાદ શહેર BJP સંગઠન માળખામાં થશે ધળમૂળથી ફેરફાર, ટૂંક સમયમાં થશે નવી ટીમની જાહેરાત

અમદાવાદ શહેરમાં પાર્ટીની કમાન પ્રેરક શાહને સોંપી છે. પ્રેરક શાહ હાલમાં ગુજરાત ભાજપના પ્રવક્તાઓની ટીમમાં હતા. અમદાવાદના નારણપુરામાં પ્રેરક શાહ વસવાટ કરે છે. તો તેમની ટીમને લઈને ખાસ જાહેરાત કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના માળખાને લઈને ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આગામી થોડાક દિવસમાં BJPની ટીમની જાહેરાત થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ શહેર બીજેપી સંગઠનમાં નો રીપીટ થીયરી લાગુ થવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા શહેર સંગઠનમાં જૂના હોદ્દેદારોને સ્થાન નહીં મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ યુવા પ્રેરક શાહની નિયુક્ત કરીને તમામને ચોંકાવી દીધા હતા.

3 મહા મંત્રી, 8 જેટલા ઉપપ્રમુખ અને 8 મંત્રીઓનું માળખું જાહેર થશે.   યુવા અને અનુભવ સાથે જ્ઞાતિગણ સમીકરણને પણ ધ્યાનમાં રાખીને સમગ્ર ટીમની રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રેરક શાહની ટીમમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

Related News

Icon