
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 3.86 ઈંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે (ચોથી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
પાંચમી જુલાઈની આગાહી
પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
છઠ્ઠી જુલાઈની આગાહી
છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
સાતમીથી નવમી જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.