Home / Gujarat / Surendranagar : Gujarat Panchayat Election: Voting begins at 7.00 am,

Gujarat Panchayat Election: રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે મતદાન, પરિણામ 25 જૂને

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે .કુલ 4,564  ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહ્યું છે. સવારે 7.00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે જે પૈકી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3,541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર ચૂંટણી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર

જ્યારે 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર કરાશે..

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્યભરના 10,479 મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તૈનાત કરાઈ છે. ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે..વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે. બીજીબાજુ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે

Related News

Icon