એક તરફ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે, ત્યાં બીજી તરફ 32 વર્ષ પછી ગુજરાતમાં વાઘે દેખા દીધી છે.ઈન્ડિયન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટી કરી દીધી છે. દાહોદ જિલ્લાના જંગલોમાં વાઘનું પગેરું મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીના મતે, ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરીમાં વાઘ દેખાયો હતો.
32 વર્ષ પછી વાઘ દેખાયો
જેકો આ વાઘનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું. ગુજરાતમાં ભૂતકાળમાં ય વાઘ દેખાયા હોવાના દાવા કરાયાં હતા. વર્ષ 2019માં પણ મહિસાગરમાં વાઘ દેખાયો હતો. વન વિભાગે આ વાતની પુષ્ટી પણ કરી હતી. વર્ષ 1992માં વાઘની વસ્તી ગણતરી કરાઈ ત્યારે વાઘની સંખ્યા શૂન્ય થઈ હતી.