Home / Business : With the help of AI, it will be possible to know what a paralyzed patient wants to say

Business:  AIની મદદથી લકવાગ્રસ્ત દર્દી શું બોલવા માંગે છે તે જાણી શકાશે 

Business:  AIની મદદથી લકવાગ્રસ્ત દર્દી શું બોલવા માંગે છે તે જાણી શકાશે 

- AI ઇન અપડેટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પેરાલીસીસ (લકવો) થેયલી વ્યક્તિને બોલવામાં તકલીફ પડે છે. તેના ઇલાજ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ન્યુરોજનરેટીવ ડીસીઝ લકવાના રોગમાં ધીરે ધીરે સ્નાયુઓની પકડ ઢીલી થતી જાય છે. જોકે આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સના પગલે વિશ્વના નામાંકીત સાયન્ટીસ્ટ સ્ટીફન હોકીંગ્સનું સપનું સાચું પડી રહ્યું હોય એમ લાગે છે. તે પોતે કોમ્પયુટર સિસ્ટમ આધારીત પોતાના આઇડયા રજૂ કરતા હતા. ત્યારે લકવાનો દર્દી પોતે જે કહેવા માંગે છે તે પોતાના અવાજમાં કહી શકતો નહોતો. નવી AI સિસ્ટમના કારણે લકવો જેને થયો છે તે જે બોલવા માંગે છે તેના બ્રેન સિગ્નલ્સને પકડીને સ્પીચમાં કન્વર્ટ થઇ શકે છે. ટૂંકમાં લકવાગ્રસ્તનો અવાજ AI પાછો આપી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રીસર્ચરોએ જે નવી ટેકનોલોજી વિકસાવી છે તેમાં લકવાગ્રસ્ત દર્દી શું બોલવા માંગે છે તે જાણી શકાય છે. તેને બ્રેન કોમ્પયુટર ઇન્ટરફેસ કહે છે. તે બ્રેન સીગ્નલ્સને બોલતા શબ્દોમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ટેકનોલોજીમા નાના માઇક્રો ઇલેકટ્રોડ બ્રેઇનના એ ભાગમાં મુકાય છે કે જ્યાંથી સ્પીચનો કન્ટ્રોલ થાય છે. જો તેમાંથી કોઇ સાઉન્ડ ના આવે તો સમજવું કે બ્રેન સીગ્નલ મોકલી રહ્યું છે. આ સીગ્નલ્સ સ્પેશયલ AI ઝીલે છે. તે ૧૦ મિલીયન સેકન્ડમાં બ્રેનના સીગ્નલ્સને ટ્રાન્સલેટ કરી શકે છે. આ સંશોધન ટેકનોલોજી માટે ઉપયોગી હોવા ઉપરાંત લોકો માટે પણ ઉપયોગી બની શકે છે.

કોડિંગ વિલેજ ... અનોખો કોન્સેપ્ટ

ચીનમાં  AI સ્ટાર્ટઅપ માટેના પ્રયાસો ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. દક્ષિણ ચીનના હેંગઝોહુ શહેર સ્ટાર્ટઅપ માટે હોટ સ્પોટ છે. લોકો તેને અમેરિકાની સિલિકોન વેલી કહે છે. લોકો તેને કોડર વિલેજ કહે છે. કેમકે ત્યાં આવનારા દરેક ઉદ્યોગ સાહસિક પાસે પોતાના આઇડયા છે. આ કોડર વિલેજમાં ઉદ્યોગ સાહસિકોને સસ્તા ભાવે દરેક ચીજો જેવીકે ઓફિસ, લાયબ્રેરી, ઇન્ટરનેટ વગેરે આસાનીથી ઉપલબ્ધ થઇ શકે છે. અલિબાબા અને ડિપસીક જેવી કંપનીઓ આ વિલેજને ડેવલોપ કરી રહ્યા છે. આ કોન્સેપ્ટ નવોદિત રિસર્ચરો માટે આશિર્વાદ રૂપ છે કેમકે તેમને રીસર્ચ માટે ફ્રી હેન્ડ મળી રહે છે. આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ પર શક્ય હોય એટલા નવા સંશોધનો માટે સવલતો પુરી પડાય છે. શરૂઆતમાં એટલેકે દાયકા અગાઉ ચીનની સરકાર હેંગઝોહુ શહેરમાં ઉદ્યોગ નાખવા માંગતા લોકોને સબસીડી તેમજ ટેક્સમાં રાહત આપવા માંગતા હતા. અહીં ૨૦થી ૩૦ વર્ષના યુવાનો આખો દિવસ પોતાના આઇડયાને ડેવલોપ કરવા પ્રયાસ કરે છે અને રાત્રે બધા પોતાને ગમતી ગેમ રમે છે. અહીં કોડ ડેવલોપર્સ એક બીજા સાથે મિટીંગ કરીને નવું સંશોધન પણ કરતા હોય છે. ભારત સરકાર ખાસ કરીને ગુજરાતે કોઇ રમણીય વિસ્તારમાં રિસર્ચરો માટે કોડીંગ વિલેજ ઉભા કરવા જોઇએ.

બાળકોના આરોગ્યના વહારે AI

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) દેશના બાળકોના આરોગ્ય માટે મહત્વનું પુરવાર થઇ રહ્યું છે. બાળકોની સારસંભાળ માટે મદદ રૂપ હેલ્થ વર્કર પરના કામનો બોજ ઓછો કરી શકે છે અને તે લોકો વધારાનું  કોઇ કામ પણ કરી શકે છે. નાના બાળકો માટેની વેક્સીનેશનનો સમય, તેમના ગ્રોથનો ચાર્ટ, તેમના માટે ઉંમર પ્રમાણેનો પૌષ્ટીક આહાર વગેરે હેલ્થ વર્કરને ઓનહેન્ડ મળી શકે તેવું કરી શકે છે.

Related News

Icon