Home / World : This country appeals to apply for student visa three months in advance

સ્ટુડન્ટ વીઝા લેવા આ દેશે ત્રણ મહિના અગાઉ અરજી કરવા અપીલ

સ્ટુડન્ટ વીઝા લેવા આ દેશે ત્રણ મહિના અગાઉ અરજી કરવા અપીલ

 ન્યૂઝીલેન્ડે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શરૂ થાય તેના ત્રણ મહિના પહેલાં જ વિઝા અરજી કરવાની અપીલ કરી છે. વિઝા એપ્લિકેશન્સની ભરમારના કારણે વિદ્યાર્થી પોતાનું શિક્ષણ સત્ર ચૂકી ન જાય તે હેતુ સાથે ઈમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે, વિઝા માટે વહેલી અરજી કરવાથી વિદ્યાર્થીને પૂરતો સમય મળી રહેશે. તેમજ નવુ શિક્ષણ સત્ર શરૂ થાય તે પહેલાં વિઝાનો નિર્ણય મળી શકશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝાની વધતી માગના કારણે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પર વિઝા અરજીઓનો બોજો વધ્યો છે. અમેરિકા અને કેનેડાએ ઈમિગ્રેશન નિયમો આકરા કર્યા બાદ વિદ્યાર્થીઓનો ન્યૂઝીલેન્ડ તરફ ધસારો વધ્યો છે. યુકેએ પણ પોતાના વિઝા-ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવતાં વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં હજારો વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ માટે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરશે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. જેથી ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગનો સમય લંબાઈ શકે છે. 

ડોક્યુમેન્ટ્સ પણ હાથવગા રાખવા અપીલ

ન્યૂઝીલેન્ડ માટે સ્ટુડન્ટ વિઝા અરજી કરતાં વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તમામ જરૂરી દસ્તાવેજો હાથવગા રાખવા અપીલ કરી છે. જેથી તમામ જરૂરિયાતોને સમયસર સંબોધી શકાય. વિદ્યાર્થી ત્રણ મહિના પહેલાં વિઝા માટે અરજી કરવાથી સમયસર વિઝાનો નિર્ણય જાણી શકાશે. ડિપાર્ટમેન્ટ પ્રોસેસિંગના સમય અંગે નિયમિતપણે અપડેટ આપી રહ્યું છે. વિઝા અરજીઓ વહેલા સબમિટ કરવાથી ઇમિગ્રેશન સિસ્ટમ પ્રોસેસિંગ સરળતાથી હેન્ડલ કરવામાં મદદ મળે છે અને છેલ્લી ઘડીના વિલંબની શક્યતા ઘટે છે. તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ માટે મુસાફરી, રહેઠાણ અને અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે પૂરતો સમય આપશે.

ગાઈડલાઈન ચેક કરવા પણ સલાહ

ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે અરજદારોને સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તેમની અરજીઓ સબમિટ કરતા પહેલા નવીનતમ માર્ગદર્શિકા, વિઝા ફી અને દસ્તાવેજ આવશ્યકતાઓ ચકાસવા સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેમજ સરળતાથી ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરી શકે તેના માટે પણ ગાઈડલાઈન નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. 

Related News

Icon