
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં શાળા નજીક આવેલી જૂની અને જર્જરિત ઈમારતો ઉતરાવી લેવાની સ્થાનિકો તરફથી માંગ ઉઠવા પામી છે. હજારો વિદ્યાર્થીઓ જોખમી ઈમારતો નીચેથી પસાર થઈ રહ્યા છે. વઢવાણના નાથાવોરાની શેરીમાં આવેલી જર્જરિત ઈમારતો ઉતરાવી લેવાની માંગને લઈ કમિશનરને સ્થાનિકોએ રજૂઆત કરી હતી. ચોમાસાની સિઝન હજી શરૂ થઈ છે. વરસાદી માહોલમાં જૂના મકાનો અને જર્જરિત ઈમારતો ગમે ત્યારે ધરાશાયી થવાથી વિદ્યાર્થીઓના માથે જોખમ તોળાઈ રહે છે. જેના લીધે આવા મકાનો અને જર્જરિત ઈમારતો વહેલી તકે તંત્ર દ્વારા વહેલી તકે ઉતરી જાય તો સારું.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલા નાથાવોરાની શેરીમાં ઘણી જૂની જર્જરિત ઈમારતો આવેલી છે. આ ઈમારતો નીચેથી શાળાના વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ પણ નિયમિત રીતે અવર-જવર કરતાં હોય છે. વરસાદના સમયે આ મકાનોની દીવાલોમાંથી પોપડાં ખરી રહ્યા છે. જેથી ગમે તે સમયે આ ઈમારતો વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડે તે પહેલા સ્થાનિકોએ આવી ઈમારતો ઉતરાવી લેવાની માંગ ઉઠાવી છે. જેને લઈ કમિશનરને આ અંગેની સ્થાનિકોએ કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનરને આ જૂની-પુરાની ઈમારતો અને મકાનો વહેલામાં વહેલી તકે ઉતરાવી લેવા વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓ સિવાય હજારો લોકો પર ઝળુંબતું મોત ઉતરી જાય તે અંગે કમિશનરનું ધ્યાન દોરી રજૂઆત કરી હતી.