Home / Gujarat / Navsari : Investigation launched into embezzlement of Rs 1.64 crore in sub-district hospital

Navsari News: સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડ રૂપિયાની ઉચાપત મામલે તપાસ શરુ, એકની ધરપકડ

Navsari News: સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડ રૂપિયાની ઉચાપત મામલે તપાસ શરુ, એકની ધરપકડ

Navsari News: નવસારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં હોસ્પિટલમાંથી એક કરોડથી વધુ રુપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાથી આ ઘટના સામે આવી રહી છે. જેમાં ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડ રૂપિયાની ઉચાપત મામલો પ્રકાશમાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉચાપતના ગુનામાં સંડોવણી બહાર આવતાં મહિલા અધિક્ષકની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ હોસ્પિટલ કૌભાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તરીકે હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ ગાંધીનગર ઓડિટની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી તરીકે ડોક્ટર દક્ષાબેનનું નામ સામે આવતા હોસ્પિટલ આલમમાં ખળભડાટ મચી જવા પામ્યો છે. બિલ અને ઓફિસ સહિત સરકારી રેકોર્ડ કોણે ગાયબ કર્યો એ દિશામાં ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon