અરૂણ દેવ હવે આકાશમાંથી આગ ઓકી રહ્યાં છે. બપોરે ઘરથી બહાર નીકળો તો એવું લાગે જાણે ત્વચા તતડી ઉઠશે. આમ છતાં કામ માટે ઘરથી બહાર તો નીકળવું જ પડે. આવી સ્થિતિમાં કરવું શું? આનો જવાબ છે ઊનાળામાં સૌથી પહેલા તમારો વૉર્ડરોબ બદલો. આ ઋતુમાં તમારા સિન્થેટિક કે સિલ્કના વસ્ત્રો કબાટના એક અલગ ખાનામાં મૂકી દો. અને ગરમીને અનુરૂપ પોશાક પહેરો. જેમ કે કોટન,લીનન,ખાદી ઇત્યાદિ.

