સુનિલ શેટ્ટીએ 90ના દશકામાં એક્ટિંગમાં પોતાના અલગ અંદાજમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે વિશ્વભરમાં તેમના ચાહકો જોવા મળી રહ્યા છે, જે એક્ટરના કોઈ પણ પ્રોજેક્ટ માટે રાહ જોતા હોય છે. તો હાલમાં તેમના પુત્ર અહાન શેટ્ટી પણ પિતાના પગલે બોલિવુડમાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે, દરેક નવા કલાકારની જેમ તેને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ અહીં બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટી તેનો હાથ પકડીને ઉભા છે. ત્યારે આવી સ્થિતિમાં સુનિલે કેટલાક લોકોને ખુલ્લી ધમકીઓ પણ આપી છે.

