Home / Entertainment : Sunjay Kapur's last rites will be performed today after a week

મૃત્યુના અઠવાડિયા બાદ આજે થશે Sunjay Kapurના અંતિમ સંસ્કાર, જાણો કેમ લાગ્યો આટલો સમય

મૃત્યુના અઠવાડિયા બાદ આજે થશે Sunjay Kapurના અંતિમ સંસ્કાર, જાણો કેમ લાગ્યો આટલો સમય

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર (Sunjay Kapur) નું 12 જૂન, 2025ના રોજ અચાનક અવસાન થયું હતું. તેના મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે ઈંગ્લેન્ડના પોલો ગ્રાઉન્ડમાં મેચ રમતી વખતે સંજય કપૂર (Sunjay Kapur) એ આકસ્મિક રીતે મધમાખી ગળી લીધી હતી. આ પછી, તેનું 53 વર્ષની વયે અવસાન થયું. હવે તેના અંતિમ સંસ્કાર અંગે એક અપડેટ આવ્યું છે. સંજય કપૂર (Sunjay Kapur) ના અંતિમ સંસ્કાર એક અઠવાડિયા બાદ આજે (19 જૂન) નવી દિલ્હીમાં કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

22 જૂને પ્રાર્થના સભા

એક અહેવાલ મુજબ, પરિવાર દ્વારા બુધવારે પ્રેસમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સંજય કપૂર (Sunjay Kapur) ના અંતિમ સંસ્કાર આજે 19 જૂન, 2025ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવશે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે અંતિમ સંસ્કાર આજે સાંજે 5 વાગ્યે લોધી રોડ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. આ પછી, 22 જૂને નવી દિલ્હીના તાજ પેલેસમાં સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા યોજાશે.

એક અઠવાડિયું કેમ લાગ્યું?

તમને જણાવી દઈએ કે સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. તે સમયે તે ઈંગ્લેન્ડમાં હતો. તેના સસરા અશોક સચદેવે જણાવ્યું હતું કે સંજય કપૂરના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ લંડનમાં કરવામાં આવ્યું હતું. પેપર વર્ક પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહને ભારત નથી લાવી શકાતો. આ કારણે, સંજય કપૂર (Sunjay Kapur) ને ભારત લાવવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગ્યો.

સંજય કપૂર કોણ હતો?

તમને જણાવી દઈએ કે સંજય કપૂર એક બિઝનેસ ટાયકૂન હતો. તે સોના કોમસ્ટારનો ચેરમેન હતો, જે ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી એક મોટી કંપની હતી. આ ઉપરાંત, તેને રમતગમતમાં પણ ખૂબ રસ હતો. તે પોલોમાંતેના ઊંડા રસ માટે જાણીતો હતો. તેને પોલો રમવાનો શોખ હતો. તેના અંતિમ સમયમાં પણ સંજય કપૂર (Sunjay Kapur) પોલો મેચ રમી રહ્ય હતો.

Related News

Icon