
નવસારી જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીનો સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો છે. સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણ 15 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાઇ ગયો હતો.
https://twitter.com/ACBGujarat/status/1913566361151852615
સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણે માછીમારીનો વ્યવસાય કરતા શખ્સ પાસે ટોલર બોટના નવા એન્જિન માટે સબસીડી માટે 5 હજાર અને બોટની માલિકી બદલાવાના 10 હજાર રૂપિયા મળી કુલ 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ અપાવા માંગતા ન હોવાથી ફરિયાદીએ નવસારી ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું હતું. ACBએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને કચેરીની લોબીમાં લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે. પોલીસે લાંચિયા આરોપી દીપક ચૌહાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.