
Men Become Monster After Drinking Alcohol Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાની દીકરીના યૌન શોષણ મામલે દોષિત ડૉક્ટરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ઉત્તર પ્રદેશમાં 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દોષિત કાર્ડિયોલોજિસ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.
દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે: સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરત્નાએ ડૉક્ટરના વકીલને કહ્યું કે, 'તમારા અસીલને નીચલી અદાલતે પોતાની 7 વર્ષની દીકરીનું યોન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. તમારા અસીલને કોઈપણ પ્રકારની રાહત મળવાનો હક નથી. દીકરીએ તેના પિતા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.'
કોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે, 'ડૉક્ટર એક વિકૃત વ્યક્તિ છે, તે કોઈ રાહતને પાત્ર નથી. કોઈ તેની પુત્રી સાથે આવું કૃત્ય કેવી રીતે કરી શકે છે?, દીકરી તેના પોતાના પિતા વિરુદ્ધ કેમ જુબાની આપશે! તે એક નાની છોકરી છે જેને ઉલટતપાસનો સામનો કરવો પડ્યો છે. આપણે એવું ન કહેવું જોઈએ, પરંતુ અમે સૌથી ઉદાર બેન્ચ છીએ. જો આપણે જામીન નથી આપી રહ્યા તો તેની પાછળ કારણો છે. તેણે દારૂના નશામાં દીકરીનું યૌન શોષણ કર્યું છે.'
આ મામલે દીકરીને માતાએ કરી પોલીસ ફરિયાદ
પોલીસ એફઆઈઆરમાં, માતાએ પોતાના પતિ પર તેમની 7 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની માતાએ કહ્યું હતું કે, 'હું વારાણસીમાં રહું છું, જ્યારે મારો પતિ હલ્દવાનીમાં રહે છે જ્યાં તે નર્સિંગ હોમ ચલાવે છે. 23 માર્ચ, 2018 ના રોજ, તે દીકરીને હલ્દવાની લઈ ગયો અને 30 માર્ચે મને ફોન કરીને દીકરીને લઇ જવા કહ્યું. ત્યારબાદ પરત ફરીને દીકરીએ મને કહ્યું કે પિતા ખરાબ માણસ છે અને મારી સાથે ખરાબ વર્તન કરે છે.'