
ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં ફરી સુરતમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતા ડમ્પરચાલકે વધુ એકનો જીવ લીધો છે.
મળતી માહિતી પ્રમાણે, આ ગંભીર અકસ્માતમાં સુરતના વરાછા વિસ્તારમાં માસૂમ બાળકીનું મોત થયું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારમાં શ્યામધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. જ્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી દ્વારા ઘર આંગણે રમતી બાળકીને કચડી નાખી નાખવામાં આવી હતી.
દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. બાળકીને કચડી નાખી ગંભરી ઇજાઓ પહોંચી હતી ત્યાર બાદ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીનું નામ કાજલ સોની જે પરિવાર વચ્ચે નથી રહી. પરિવાર ઘરકામ કરી ગુજારાન ચલાવે છે અને મૂળ રહેવાસી નેપાળનો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે ગાર્બેજ કલેક્શન ગાડી ડ્રાઈવરની અટકાયત કરી છે.