સુરત મહાનગરપાલિકા માટે રાજ્ય સરકારની ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ સ્કીમ મુશ્કેલી બની ગઈ છે. પાલિકાએ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ માટે કામગીરી કરી છે તેમાં ઝાઝી સફળતા મળી નથી અને માંડ ઈજારદાર મળી રહ્યાં છે. લાંબા સમયથી રી-ડેપવટમેન્ટ માટે ઈજારદાર ન મળતા અસરગ્રસ્ત અને પાલિકા માટે આ સ્કીમ માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે વધુ એક જર્જરિત થયેલા પનાસ ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

