VIDEO: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે આજે નાનપુરા વિસ્તારમાં આવેલા દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટમાં ગેલેરીનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી તંત્રએ બંને બાજુ બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. આ ઈમારતથી લોકોને દૂર રહેવા તંત્ર દ્વાર અપીલ કરવામાં આવી હતી.

