
સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાગણી અને ભાવસભર હૃદયથી જ બ્લડદાન કરી શકાય છે. પોલીસો સ્વભાવે કઠોર હોય છે પરંતુ હૃદયથી લાગણી ભર્યા હોવાથી થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું અનેરું આયોજન કર્યું છે એમ વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું.
સ્પંદનોથી ભળ્યું લોહી
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તથા પોલીસ કમિશનરે ગેહલોતે કહ્યું કે, ગુરુકુલ માત્ર એજ્યુકેશન જ નથી આપતું પરંતુ ભૂકંપ, પૂર કે અન્ય આપત્તિ સમયે સંતો અને એમના વિદ્યાર્થીઓ દાતા અને સેવકો બનીને લોકોને મદદરૂપ બને છે. પૈસા કમાય છે ઘણા પણ સમાજ માટે વાપનારા વિદ્યાર્થીઓ ગુરુકુલ આપી રહ્યું છે. અહીંના પવિત્ર પરિસરમાં અમારો રક્તદાન કેમ્પ યોજાયો. રકતદાતાના લોહીમાં અહીંના પવિત્ર વાતાવરણના સ્પંદનો ભળેલ લોહી જે તે દર્દીને પણ શાતા આપશે.
બેન્ડ વગાડી સ્વાગત
સિંગણપોર, કતારગામ, ચોક બજાર, લાલગેટ, મહિધરપુરા પોલીસ સ્ટેશન તથા સ્વામિનારાયણ ગુરુકુલ, વેડરોડ, સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લીધેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્ત આપનાર દરેક રક્તદાતાઓને પોલિસ કમિશનર અનુપસિંહ ગેહલોતજીના અભિનંદન તથા ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના શુભાશિષ આપતું ધન્યવાદ પત્ર આપવામાં આવેલ. ઉપરાંત કિરણ હોસ્પિટલ દ્વારા ૧૫૦૦ રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવેલ.
ગુરુકુલ દ્વારા કમિશનરશ્રીનું વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે સ્વાગત કર્યું હતું.
1259 દાત્તાઓએ કર્યુ રક્તદાન
સમાપન પ્રસંગે રાષ્ટ્રગાન પૂર્વે ડીસીપી પિનાકીન પરમાર સાહેબે કહ્યું હતું કે પોલીસો દ્વારા આજ સુધીમાં ૧૫,૦૦૦ પંદર હજાર ઉપરાંત બોટલ રક્તદાન કરાયું છે. જેમાં પીઆઈ, એસીપી, કોન્સ્ટેબલ વગેરેએ રક્તદાન કરેલું છે. પ્રભુ સ્વામીના કહ્યા અનુસાર આજના કેમ્પમાં 1259 ઉપરાંત દાતાઓએ રક્તદાન કરી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની સારી સેવા કરેલ.