
Surendranagar News: સુરેન્દ્રનગરમાં PM મોદીના કાર્યક્રમને લીધે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડેપોની 45 બસો ફાળવામાં આવતા મુસાફરો પરેશાન થયા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના રૂટની બસ બંધ કરવામાં આવી છે. મુસાફરો બસ સ્ટેન્ડમાં બસોની રાહ જોઈ કલાકો સુધી બેસી રહેવા મજબુર બન્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, 2 દિવસ સુધી તમામ લોકલ રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એસ.ટી ડેપો પાસે રહેલી તમામ એસ.ટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. આટલી કાળઝાળ ગરમીમાં મુસાફરો એક બાજુ બસ સ્ટેન્ડમાં બેસવા મજબુર બન્યા તો બીજી તરફ એસ.ટી ડેપોમાં પીવાના પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જેને પગલે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.