
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં દર્દીઓને એક્પાયરી ડેટની દવાઓ આપી હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક્સપાયરી ડેટની દવાઓ આપવામાં આવતી હોવાનો ધડાકો થયો છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાનો મામલો સામે આવતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સીવીલમાં નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની બેદરકારી આવી સામે છે.
દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન એક્સપાઈરીડેટ થયેલા હોવાનું સામે આવ્યું છે. ગંભીર બેદરકારીથી દર્દીઓની સારવાર સામે પણ સવાલ ઉઠ્યા છે. દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પણ સિવિલ હોસ્પિટલમાં ખુદ સ્ટાફ દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સિવિલ સર્જનની હાજરીમાં ચેકિંગ કામગીરીમાં ધડાકો થયો હતો. જેને પગલે યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે.