Home / Gujarat / Surendranagar : Serious negligence of staff in medical college

Surendranagar મેડીકલ કોલેજમાં સ્ટાફની ગંભીર બેદરકારી, ICUમાં પેટીમાં રાખેલ બાળકને જીવાત કરડી

Surendranagar મેડીકલ કોલેજમાં સ્ટાફની ગંભીર બેદરકારી, ICUમાં પેટીમાં રાખેલ બાળકને જીવાત કરડી

Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીના પગલે ICU વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ હતી. હાલમાં બાળકની હાલત ગંભીર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાંથી નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. PM- JAY યોજના અંતર્ગત પ્રસૂતાની ડિલિવરી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકને પેટીમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં ICU વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ હતી. PM - JAY યોજનામાં ડિલિવરી કરાવેલ દર્દીઓ પર હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ ધ્યાન ન દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બાળકના પિતાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો તો મેનેજમેન્ટ વિભાગે દાદાગીરી કરી મોબાઈલ જપ્ત કરી લીધો હતો. બાળકને ગળા અને મોઢાના ભાગે જીવાતો અને કીડીઓ કરડી ગઈ હતી. આખરે પરિવારે મીડિયાને જાણકારી આપી રોષ વ્યકત કર્યો હતો.

Related News

Icon