Home / Gujarat / Surendranagar : 12-year-old boy dies after being bitten by poisonous snake after rain

Surendranagarમાં વરસાદ બાદ ઝેરી સાપ કરડતા 12 વર્ષના બાળકનું મોત

Surendranagarમાં વરસાદ બાદ ઝેરી સાપ કરડતા 12 વર્ષના બાળકનું મોત

Surendranagar News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે ચોમાસાની ઋતુને પગલે વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ ઝેરી સાપ કરડતા 12 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વાડલા ગામે આ ઘટના બની હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે  12 વર્ષનો ઋત્વિક જાદવ નામનો યુવક ઘરમાં સૂતો હતો તે દરમિયાન ઝેરી સાપ કરડ્યો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર માટે મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન બાળક અવસાન પામ્યો હતો. કિશોરના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે, તેમજ ગામમાં પણ શોકનો માહોલ ફેલાયેલો છે.

Related News

Icon