Surendranagar News: સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ એમ નાના મોટા 700થી વધુ ઉદ્યોગ આવેલા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. જેને લઇને સ્થાનિક લોકો તો પરેશાન બન્યા છે, પરંતુ હવે ઉદ્યોગકારો પણ પરેશાન બન્યા છે. વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં 700થી વધુ ઉદ્યોગો આવેલા છે અને 50,000થી વધુ કર્મચારીઓ નાના-મોટા ઉદ્યોગોમાં નોકરી કરી અને પોતાનું જીવન ધોરણ ચલવે છે. પરંતુ વરસાદના કારણે જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેને લઇ સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.
વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા છે. જેને લઇને વાહનોની એક્સલ ટુટી જાય છે અને રોજના 10થી વધુ લોકોને હાડકાઓ તૂટી જતા હોય એને ફેક્ચર થઈ જતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જેને લઇ ઉદ્યોગકારો પછી ટ્રાન્સપોર્ટ ધારકો પણ નારાજ છે એટલે ટ્રાન્સપોર્ટના પણ ટ્રકના પાટા તૂટી જાય છે અને વાહનને પણ નુકસાન થાય છે. રોડ રસ્તા ખરાબ હોવાના કારણે ટ્રાન્સપોર્ટ ધારકો જીઆઇડીસી વિસ્તારમાં જાય ત્યારે તેમના ટાયરો ફૂટી જાય છે. પરંતુ ટ્રાન્સપોર્ટ ધારકોએ હવે 48 કલાકનું તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે, જો રોડ રસ્તા રીપેરીંગ નહીં કરાય તો વઢવાણ GIDC બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
ઉદ્યોગકારોની માંગણી છે કે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે. કારણ કે દર વર્ષે ચાર કરોડ રૂપિયાનો ટેક્સ આ ઉદ્યોગકારો તંત્રને ચૂકવી રહ્યા છે. તે છતાં પણ તેમને સુવિધા નથી મળતી સામે ટ્રાન્સપોર્ટ ધારકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે અને કારખાનાઓમાં પાણી ભરાઈ ગયા છે હવે તંત્ર ક્યારે તેમની વચ્ચે જશે અને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં કારખાનાઓમાં પાણી ભરાવાના કારણે કાચા માલને પણ નુકસાન છે અને કર્મચારીઓ પણ કામે આવા તૈયાર નથી તંત્રની કામગીરી સામે ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.