સુરેન્દ્રનગરની 700 વર્ષ જૂની ટાંગલિયા કળા હોલિવુડ પહોંચી છે. હોલિવુડના બ્રેડ પીટે ટાંગલીયા કળાથીમા ઉત્પાદિત થયેલો શર્ટ પહેર્યો હતો. ટાંગળીયા કલાને જીવંત રાખવા બદલ સુરેન્દ્રનગરના લવજી પરમારને તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. લવજી પરમારે કહ્યું કે, હોલીવુડના અભિનેતાઓ ટાંગલીયા કલામાં ઉત્પાદિત થયેલો શર્ટ પહેરે છે તે ગર્વની વાત છે. હોલીવુડમાં ગુજરાત અને સુરેન્દ્રનગરની હસ્તકલા ઝળહળી ઉઠી છે અને ટાંગલિયા કળાને વધુ મહત્વ મળશે એવુ પણ લવજી પરમારે જણાવ્યું હતું.