
હાલ સમગ્ર રાજ્યમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થઈ છે. આ ચૂંટણી માટે ઉમેદવારો પ્રચારની શરૂઆત કરી ચૂંટણી જીતવાનો દાવો કરવા લાગ્યા છે. ત્યારે ગામના વિકાસને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની તાલુકાની બલદાણા ગામના ગ્રામજનોએ એક નિર્ણય કર્યો છે,જેમાં ગામમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડશે નહીં. આ જાહેરાત સાથે બલદાણા ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે.
રાજ્યના હજારો ગામડાઓમાં પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગ્રામ પંચાયતમાં શાસન કરવા અનેક ઉમેદવારો ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની તાલુકાની બલદાણા ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જિલ્લાની આ પ્રથમ ગ્રામપંચાયત સમરસ થઈ છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ન લડવાનું કર્યું નક્કી કર્યું છે. વઢવાણ મામલતદાર ઓફિસ ખાતે ગ્રામજનોએ એકત્રિત થઇ આ નિર્ણય કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર બલદાણા ગામના વિકાસ માટે આ નિર્ણય લેવાયો છે. આ રજૂઆત કરતી વખતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સર્વ જ્ઞાતિના આગેવાનો મામલતદાર કચેરીમાં એકત્રિત થયા હતા. આ સાથે ગ્રામપંચાયતની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાનું બલદાણા ગામ બિનહરીફ બન્યું છે.