
2024ની સ્પોર્ટ્સ ડ્રામા 'Chandu Champion' પેરાલિમ્પિક્સમાં ભારતના પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા પદ્મશ્રી મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત હતી. 1972માં પશ્ચિમ જર્મનીમાં યોજાયેલી સમર પેરાલિમ્પિક્સમાં પેટકરે 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) એ મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી હતી. 'બજરંગી ભાઈજાન', 'એક થા ટાઈગર' અને '83' ડિરેક્ટ કરનાર કબીર ખાને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) પણ ડિરેક્ટ કરી હતી. જોકે, આ ફિલ્મ માટે કાર્તિક આર્યન (Kartik Aaryan) તેની પહેલી પસંદ નહતો.
સુશાંત સિંહ રાજપૂત પાસે હતા 'ચંદુ ચેમ્પિયન' ના રાઈટ્સ
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ભુવન અરોરા, જેણે ફિલ્મમાં મુરલીકાંતના મિત્ર કરનૈલ સિંહની ભૂમિકા ભજવી હતી, તેણે શેર કર્યું કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) એ 2020 માં તેના મૃત્યુ પહેલા 'ચંદુ ચેમ્પિયન' ના રાઈટ્સ ખરીદ્યા હતા. ભુવને કહ્યું, "વિડંબના એ છે કે મેં 'ચંદુ ચેમ્પિયન' ફિલ્મ કરી હતી. શરૂઆતમાં, સુશાંત તે કરવા જઈ રહ્યો હતો. તે ફિલ્મના રાઈટ્સ તેની પાસે હતા. ફિલ્મની વાર્તાના રાઈટ્સ પણ સુશાંત પાસે હતા. મુરલીકાંત સરે પણ એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. એરપોર્ટ પર મારી મુલાકાત સુશાંત (Sushant Singh Rajput) સાથે થઈ અને તેણે મને કહ્યું કે તે એક પેરાલિમ્પિક સ્ટાર એથ્લેટ વિશે ફિલ્મ બનાવવાનો છે, જેના વિશે તેણે અમારા બંને સાથે ચર્ચા કરી હતી. જોકે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ પછી, કાર્તિક આર્યન (Kartik Aaryan) ને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો."
'ચંદુ ચેમ્પિયન' ની રિલીઝ પછી નવો ખુલાસો
ભુવને આગળ કહ્યું, "મારા મગજમાંથી તે નીકળી ગયું હતું. તાજેતરમાં, જ્યારે ચંદુ ચેમ્પિયન રિલીઝ થઈ ત્યારે મેં મુરલીકાંત સરનો એક ઇન્ટરવ્યુ જોયો, જેમાં તેમણે કહ્યું હતું કે સુશાંત શરૂઆતમાં આ ફિલ્મ કરવાનો હતો. મને તેના વિશે વધારે ખબર નથી, પણ વિડંબના એ છે કે મને તે સમયે તે ફિલ્મમાં રસ નહતો. જ્યારે હું આ ફિલ્મનો ભાગ બન્યો ત્યારે સુશાંત ત્યાં નહતો. સવારે ઉઠીને હું ખૂબ રડ્યો અને મારા ફોન પર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર વાંચ્યા અને તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવી." ભુવન અરોરાએ 2013ની રોમેન્ટિક કોમેડી 'શુદ્ધ દેશી રોમાન્સ' માં સુશાંત સાથે કામ કર્યું હતું.