
વિવાદો વચ્ચે પૃથ્વીરાજ-મોહનલાલ અભિનીત ફિલ્મ એમ્પુરાણ સામે હાઈકોર્ટમાં અરજી કરનારા ભાજપ નેતા વિજયેશ વેટ્ટમ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
ભાજપ ત્રિશૂર જિલ્લા સમિતિના ભૂતપૂર્વ સભ્ય વિજયેશ વેટ્ટમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ફિલ્મ રાષ્ટ્ર વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપે છે અને ધાર્મિક નફરતનો માર્ગ મોકળો કરે છે.
https://twitter.com/ANI/status/1907033256442409416