
સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ તેના એક્સેસ સ્કૂટરનું નવું એડિશન લોન્ચ કર્યું છે. તેને રાઇડ કનેક્ટ કહેવામાં આવે છે અને તેની કિંમત ₹ 1,01,900/- (એક્સ-શોરૂમ દિલ્હી) છે. આ સ્કૂટરમાં પર્લ મેટ એક્વા સિલ્વર નામનો નવો રંગ વિકલ્પ છે. નવા 4.2-ઇંચના રંગીન TFT ડિસ્પ્લેમાં બાઈટ વિઝ્યુઅલ, ઝડપી રિફ્રેશ રેટ, ઉચ્ચ કોન્ટ્રાસ્ટ રેશિયો અને વધુ સચોટ રંગ રેન્ડરિંગ છે.
એક્સેસ એ સુઝુકીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. સુઝુકી એક્સેસ રાઇડ કનેક્ટ એડિશનની સૌથી ખાસ વિશેષતા તેનું બ્લૂટૂથ-કનેક્ટેડ ફુલ-કલર 4.2-ઇંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. તેની ખાસિયત એ છે કે તીવ્ર સૂર્યપ્રકાશ કે અંધારામાં પણ વધુ સારી વિઝિલિટી આપે છે. રાઇડર્સને બધી પરિસ્થિતિઓમાં વધુ સારી માહિતી મળે છે. સ્માર્ટફોનને સુઝુકીના રાઇડ કનેક્ટ પ્લેટફોર્મ દ્વારા કનેક્ટ કરી શકાય છે.
સુઝુકી એક્સેસ મોડેલ્સ
સુઝુકી એક્સેસ 125 એક સ્કૂટર છે જે 4 વેરિયન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે. સુઝુકી એક્સેસ 125 માં 124 સીસી BS6 એન્જિન છે જે 8.3 બીએચપી પાવર અને 10.2 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. ફ્રન્ટ ડિસ્ક અને રીઅર ડ્રમ બ્રેક્સ સાથે, સુઝુકી એક્સેસ 125 બંને વ્હીલ્સ પર કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ એક્સેસ 125 સ્કૂટરનું વજન 105 કિલો છે અને તેની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 105 લિટર છે.
સુઝુકી એક્સેસ કિંમત
એક્સેસ 125 સ્ટાન્ડર્ડની કિંમત 1,00,750 રૂપિયાથી શરૂ થાય છે. અન્ય વેરિયન્ટ એક્સેસ 125 સ્પેશિયલ એડિશન, એક્સેસ 125 રાઇડ કનેક્ટ એડિશન અને એક્સેસ 125 રાઇડ કનેક્ટ ટીએફટી એડિશનની કિંમત રૂ. 1,08,050, રૂ. 1,13,050 અને 1,18,104 રૂપિયા છે. ઉલ્લેખિત એક્સેસ 125 કિંમતો દિલ્હીમાં ઓન-રોડ કિંમતો છે. સુઝુકીની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ, એક્સેસ 125 ને 2025 માટે અપડેટ કરવામાં આવી છે જેમાં તેને પહેલા કરતા પણ વધુ સારી બનાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે.