ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા હાલમાં બર્મિંઘમમાં છે, જ્યાં તેને 2 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા તે ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ, આ દરમિયાન પણ ટીમ એક ખાસ વસ્તુની ઉજવણી કરવાનું નથી ભૂલી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી હતી. 29 જૂને ભારતે T20 વર્લ્ડ કપ જીત્યાનું એક વર્ષ પૂર્ણ કર્યું, જે ખુશીમાં બર્મિંઘમમાં કેક કાપવામાં આવ્યું હતું. આ દરમિયાન T20Iમાંથી નિવૃત્તિ લેનારા ખેલાડીને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

