Home / Gujarat / Sabarkantha : Sarpanch candidate caught with foreign liquor

Sabarkanthaમાં સરપંચ ઉમેદવાર વિદેશી દારુ સાથે ઝડપાયો, મતદારોને રીઝવવા 384 બોટલ લઈને આવતા હતો

Sabarkanthaમાં સરપંચ ઉમેદવાર વિદેશી દારુ સાથે ઝડપાયો, મતદારોને રીઝવવા 384 બોટલ લઈને આવતા હતો

Sabarkantha News: ગાંધીના ગુજરાતમાં ઠેક ઠેકાણેથી દારુ ઝડપાવવાની ઘટનાઓ સામે આવે છે. એવામાં સાબરકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર દારુ સાથે ઝડપાયા છે. સાબરકાંઠામાં મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચૂંટણીમાં મતદારોને વેચવા માટે લવાયેલો દારૂ ઝડપાયો હતો. એલસીબી પોલીસે તલોદ તાલુકાના કાલીપુરા પાસેથી ગાડી ઝડપી છે. મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સુરેન્દ્રગીરી ગોસ્વામીએ ઉમેદવારી કરી હતી.

ચૂંટણીમાં મતદારોને દારૂ પીવડાવવા માટે 384 બોટલો લઈને આવતા કાલીપુરા પાસેથી ઝડપાયા હતા. પોલીસે બે લોકો સાથે 3,69,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ સરપંચ પદના ઉમેદવાર અને અન્ય એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News

Icon