- 'મને મારી ફિટનેસનું ગુમાન હતું. હું એમ માનતી હતી કે મને માંદગી સ્પર્શી જ ન શકે... પણ શરીરની અંદર શું થઈ રહ્યું છે સમજવું અઘરું છે'
અભિનેત્રી-દિગ્દર્શિકા અને સિંગલ મધર તનિષ્ઠા ચેટર્જી એટલે લડાયક મિજાજનું જીવતું-જાગતું ઉદાહરણ. ગયા વર્ષે પોતાના કેન્સરગ્રસ્ત પિતાને ગુમાવ્યા બાદ ચારેક મહિના પહેલા તેને પોતાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તે હચમચી ઉઠી હતી. પરંતુ તનિષ્કાને પડી ભાંગવાનું કોઈ કાળે પોસાય તેમ નહોતું.

