Home / India : Tanot Mata Temple; 3000 bombs were thrown at this temple, not a single one exploded

Tanot Mata Temple; આ મંદિર પર ફેંકાયા હતા 3000 બોમ્બ, એક પણ વિસ્ફોટ ન થયો

Tanot Mata Temple; આ મંદિર પર ફેંકાયા હતા 3000 બોમ્બ, એક પણ વિસ્ફોટ ન થયો
પહેલગામ હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ Operation Sindoor હાથ ધર્યું હતું. ત્યારબાદ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ છે. બંને તરફથી ગોળીબાર થયો, જેમાં જાનમાલનું નુકસાન થયાના અહેવાલ છે. જોકે, ભારત-પાકિસ્તાન સરહદ પર એક એવું સ્થળ છે, જ્યાં બોમ્બની અસર પણ નિષ્ફળ થઈ જાય છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક ચમત્કારિક મંદિર આવેલું છે, જેનું નામ તનોત માતા મંદિર છે. આ મંદિરના ચમત્કારોની વાતો ફક્ત સ્થાનિક લોકો સુધી સીમિત નથી, પરંતુ ભારતીય સેના પણ તેની શક્તિ અને મહિમાને માને છે. ચાલો, આ રહસ્યમય મંદિર સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ વાતો જાણીએ.
 
તનોત માતા મંદિર ક્યાં આવેલું છે?
તનોત માતા મંદિર રાજસ્થાનના જેસલમેરથી લગભગ 120 કિલોમીટર દૂર, ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે. આ મંદિર થારના રણમાં વેરાન વિસ્તારની વચ્ચે સ્થિત છે, જ્યાં પહોંચવા માટે પ્રવાસીઓએ રણ વિસ્તારમાંથી પસાર થવું પડે છે. સ્થાનિક માન્યતા અનુસાર, તનોત માતા જેસલમેર-બાડમેર વિસ્તારના ચારણ સમુદાયની કુળદેવી છે. તનોત માતાને હિંગળાજ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર માતા આવડ માતા (દુર્ગા)ના અવતારને સમર્પિત છે.
 
ભારત-પાક યુદ્ધમાં દેખાયો ચમત્કાર
1965ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સેનાએ તનોત વિસ્તાર પર જોરદાર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ મંદિર પરિસરમાં લગભગ 3,000 બોમ્બ ફેંક્યા હતા, પરંતુ મંદિર પર તેની કોઈ અસર થઈ નહીં. આ ઉપરાંત, 450થી વધુ બોમ્બ તો ફાટ્યા જ નહીં.
1971ના ભારત-પાક યુદ્ધમાં પણ પાકિસ્તાની સેનાએ આ વિસ્તાર પર હુમલો કર્યો, પરંતુ મંદિર ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું. ભારતીય સેના અને સ્થાનિક લોકો આને તનોત માતાની કૃપા માને છે. આજે પણ તે સમયના ન ફાટેલા બોમ્બ મંદિર પરિસરમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે, જે આ ચમત્કારની સાક્ષી આપે છે.
 
ભારતીય સેના દ્વારા મંદિરનું સંચાલન
1965ના યુદ્ધ બાદથી તનોત માતા મંદિરનું સંચાલન અને જાળવણી ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કરવામાં આવે છે. BSFના જવાનો અહીં માતાની સેવાપૂજા કરે છે અને મંદિર પરિસરની સુરક્ષા તેમજ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. દર વર્ષે નવરાત્રિના અવસરે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.
 
મંદિરમાં દર્શનનો સમય અને કેવી રીતે પહોંચવું?
મંદિર દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનો છે. મંદિરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન જેસલમેર છે. જેસલમેર અને જોધપુર એરપોર્ટથી તનોત માતા મંદિરની યાત્રા કરી શકાય છે. જેસલમેરથી તનોત માતા મંદિર સુધી ટેક્સી કે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય છે. રસ્તો સારી સ્થિતિમાં છે અને રસ્તામાં રણના સુંદર દૃશ્યો જોવા મળે છે.
 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon