અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (DONALD TRUMP) જે રીતે ટેરિફ વોર શરૂ કર્યો છે, તેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ વિશ્વમાં કેટલાક દેશો એવા પણ છે જેણે ટ્રમ્પને ટ્રમ્પની સ્ટાઈલમાં જ ટક્કર આપવાનો પ્લાન બનાવી દીધો છે. ચીને અમેરિકાને આ મામલે પહેલા જ અરીસો દેખાડી દીધો છે. અને હવે બીજી તરફ 27 દેશોના ગ્રુપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, EUએ સોમવારે કેટલીક અમેરિકન વસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. એજન્સીએ દસ્તાવેજોનો હવાલો આપતા કહ્યું કે, કેટલીક વસ્તુઓ પર ટેરિફ 16 મેથી અમલમાં આવશે.

