
અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. જ્યારે એક વ્યક્તિ જીવિત હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે એરલાઈન્સ ઓપરેટ કરતા Tata Group એ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેને એન ચંદ્રશેખરે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમની સાથે છે.
https://twitter.com/TataCompanies/status/1933159585772367969
અમે બીજે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડીશું.
ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ₹૧ કરોડની સહાય આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું. ઈજાગ્રસ્તો માટે બધી જરૂરી સંભાળ અને સહાય કરીશું. અમે બી જે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.