
Tata Harrier EV Launching: ટાટા મોટર્સ પોતાના ઇલેક્ટ્રકિક ફોર-વ્હીલર પોર્ટફોલિયોમાં ઓલ ઇલેક્ટ્રિક હેરિયર જોડવાની છે જેને 3 જૂને લોન્ચ કરવામાં આવશે. Tata Harrier EVને આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપો 2025માં રજૂ કરવામાં આવી હતી.
લોન્ચ બાદ તેનો સીધો મુકાબલો મહિન્દ્રાની અપકમિંગ EV, XUV.e9 જેવા ઇલેક્ટ્રિક મૉડલથી થશે. આ દમદાર ઇલેક્ટ્રિક SUVની સંભવિત ડિઝાઇન, ફિચર્સ,પાવરટ્રેન અને કિંમત વિશે વિસ્તારથી જાણીયે...
Tata Harrier EVની ખાસિયત
ટાટા હેરિયર EVની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ બેટરી પેક અને ડુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ છે જે તેને દરેક રસ્તા પર શાનદાર પરફોર્મન્સ આપવામાં સક્ષમ બનાવે છે. આ SUVમાં 75 KWhની લિથિયમ આયન બેટરી લગાવવામાં આવશે, જે એક વખત ફુલ ચાર્જ થવા પર 500 કિલોમીટર કરતા વધારેની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને પણ સપોર્ટ કરશે, જેનાથી ગાડીને ઓછા સમયમાં ચાર્જ કરી શકાશે.
ટાટા હેરિયર EVની એક ફુલી લોડેડ પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV હશે, જેમાં કેટલીક મૉર્ડન ટેકનોલોજી અને સેફ્ટી ફીચર્સ સામેલ હશે જે તેને પોતાના સેગમેન્ટની સૌથી એડવાન્સ કારમાં સામેલ કરે છે. આ SUVમાં સૌથી પહેલા ધ્યાન આપનાર ફીચર છે તેની 12.3 ઇંચ મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જે Android Auto અને Apple Carplayને સપોર્ટ કરશે. આ સિસ્ટમ માત્ર મનોરંજન માટે ઉપયોગી છે પરંતુ નેવિગેશન અને ગાડીની અન્ય સેટિંગ્સને પણ કંટ્રોલ કરવામાં મદદ કરશે.
આ સાથે જ ગાડીમાં 10.25 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે મળશે. હેરિયર EVમાં ડુઅલ-જોન ક્લાઇમેન્ટ કંટ્રોલની સુવિધા પણ આપવામાં આવશે જેનાથી ડ્રાઇવર અને પેસેન્જર બન્ને અલગ અલગ તાપમાન સેટ કરી શકે છે. આ સિવાય ગાડીમાં કનેક્ટેડ કાર ટેકનોલોજીનો પણ સપોર્ટ મળશે.
Tata Harrier EVની કેટલી કિંમત હશે?
ટાટા મોટર્સે હેરિયર EVની ઓફિશિયલ કિંમતની જાહેરાત કરી નથી પરંતુ ઓટોમોબાઇલ એક્સપર્ટ્સનું માનવું છે કે તેની શરૂઆતની કિંમત 28 લાખથી 32 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) વચ્ચે હોઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે હેરિયર EVની ડિલીવરી જૂન 2025ના બીજા અથવા ત્રીજા અઠવાડિયાથી શરૂ થઇ શકે છે.