
- અર્થકારણના આટાપાટા
- અત્યારે એમ લાગે છે કે બધા વાદોમાં લીબરલ ડેમોક્રસી અને ગ્રાસરૂટ ડેમોક્રસી ધરાવતાવાદને કાંઈક સફળતા મળી છે
- હાલમાં ડેમોક્રસી વિરૂદ્ધ ડીકટેટરશીપ વચ્ચે પણ ચાલી રહેલી હરીફાઈ
સમગ્ર જગતમાં તમામ રાજકારણીઓ ખોટા કે અતિશયોક્તીપૂર્ણ દાવાઓ કરે છે. સમાજકારણના અન્ય ક્ષેત્રોમાં પણ આવા દાવાઓ થાય છે.
દરેક રાજકારણી કે ચૂંટણીનો ઉમેદવાર જો તે સત્તામાં આવશે તો દેશને નંદનવન બનાવી દેવાની ખાતરી આપે છે. ચૂંટણીના સમયે દરેક પક્ષનો ઉમેદવાર પોતાના રાજકીય પક્ષને સૌથી વધુ પ્રામાણિક છે અને સૌથી અસરકારક હોવાનો દાવો કરે છે.
દુનિયાના દરેક ધર્મમાં કટ્ટરવાદીઓ હોય છે જ અને રાષ્ટ્રભક્તિ કે ધર્મભક્તિ જ્યારે આત્યતિક બની જાય ત્યારે હિંસક પ્રવૃતિઓ આચરે છે. મણીપુરમાં બે મુખ્ય ટ્રાઇબ્ઝ વચ્ચે ખુનખાર લડાઈ ચાલે છે તો ઇસ્લામમાં શીયા અને સુન્ની વચ્ચે, ખ્રીસ્તી ધર્મના કેથોલીક અને પ્રોટેસ્ટન્સ વચ્ચે, બુદ્ધ ધર્મમાં મહાયાન અને હીનયાન વચ્ચે જગતના રાજકારણમાં પણ મૂડીવાદી વિચારસરણી અને સામ્યવાદી વિચારસરણી વચ્ચે રશિયાના ૧૯૧૭ના માર્કસિસ્ટ રીવોલ્યુશન પછી સતત સંઘર્ષો ચાલુ છે. કોલ્ડવોર (૧૯૪૫થી ૧૯૯૦) દરમિયાન અમેરિકાએ યુએસએસઆરને એક રાષ્ટ્ર તરીકે ખતમ કર્યું એટલે કે તેનું વિઘટન કરી યુએસએસઆરમાંથી ૧૫ રાષ્ટ્રોને છૂટા કરાવ્યા તે પછી અમેરિકા હવે ચીનને હરાવવા કે હટાવવા પ્રયત્નશીલ છે. અત્યારના જગતમાં ડેમોક્રસી વિરૂદ્ધ ડિક્ટેટરશિપ (સામ્યવાદી) પુટીન કે શી જિનપિંગની ડિક્ટેટરશિપ, સિવિલ ડિક્ટેટરશિપ) વચ્ચે પણ હરીફાઈ ચાલી રહી છે.
દુનિયાનો દરેક વાદ (સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, સર્વોદય, હિન્દુધર્મના વિચારોથી .... ભૂદાન, નક્ષલવાદ) જગતના લોકોના કલ્યાણ માટે અને માનવજાતને ઉગારવા કે પૃથ્વી પર સ્વર્ગ લાવવા અનેક દાવાઓ કરે છે તે મહદ્અંશે ખોટા કે અતિશયોક્તિપૂર્ણ સાબિત થયા છે. અત્યારે એમ લાગે છે કે બધા વાદોમાં લીબરલ ડેમોક્રસી અને ગ્રાસરૂટ ડેમોક્રસી ધરાવતાવાદને કાંઈક સફળતા મળી છે. જગતના કલ્યાણવાદી અને લિબરલ ડેમોક્રસી ધરાવતા રાષ્ટ્રો (ડેન્માર્ક), આઈસલેંડ, સ્વીડન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ, કાંઈક અંશે યુ.કે.), વગેરેમાં આર્થિક અસમાનતા ચાલુ રહેવા છતાં ત્યાંના નાગરિકો લાંબુ અને સુરક્ષિત જીવન જીવે છે. તેઓ પોતાના દેશો માટે કોઈ અતિશયોક્તિપૂર્ણ દાવા કરતા નથી.
ભારતમાં તબીબી ક્ષેત્રે ટેલિમાર્કેટિંગ દ્વારા કે છાપાઓમાં જાહેરાત તરીકે જ ખોટા દાવાઓ થાય છે તેણે હદ વટાવી નાખી છે. અમારી દવાથી તમારો ડાયાબિટીસ, હૃદયરોગ, લકવો, કેન્સર, ઊચું લોહીદબાણ, મોટાપો, સોરાયસીસ, જાડાપણ, વંધ્યત્વ, પાર્કીન્સન્સ, ટી.બી. વગેરે દસ દિવસમાં કે મહિનામાં કે બે મહિનામાં કાં તો મટી જશે કે તમારા રોગમાં પુષ્કળ રાહત આપશે તેવી જાહેરાતો વારંવાર આવે છે. આમાં પાછો કોઈ દર્દીને ટી.વી. પર કે રેડીયો પર કે છાપામાં રજૂ કરવામાં આવે છે જે એવો સંદેશો આપે છે કે આ જાહેરાત કરાયેલી દવાથી મારો ડાયાબિટીસ કે દમ કે હૃદયરોગ કે લકવો માત્ર મહિનામાં જ મટી ગયો. આવી જાહેરાતો જેને અંગ્રેજીમાં ટેસ્ટીમોનીપલ પ્રકારની જાહેરાત કહે છે તે મોટેભાગે સંદેહપૂર્ણ કે કોઇકવાર તદ્દન બનાવટી હોય છે. સચોટ જ્યોતિષીની આગાહી કરનાર હોવાનો દાવો કરતા જ્યોતીષીઓ પણ કપટપૂર્ણ સાબીત થાય છે કારણ કે જ્યોતિષ નામનું કોઈ વેરીફાયેબલ કે સાયન્ટીફીકલી ટેસ્ટેબલ કોઈ વિજ્ઞાાન જ નથી.
- ધવલ મહેતા