Home / Auto-Tech : XChat will now replace Direct Messages

ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી હશે ભરપૂર 

ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી હશે ભરપૂર 

એલન મસ્કના સોશિયલ મીડિયા X પર ડાયરેક્ટ મેસેજ કરવા માટે હવે યુઝર્સ XChatનો ઉપયોગ કરી શકશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. પેઇડ યુઝર્સને બીટા વર્ઝન અને નવા ફીચર્સનો ઉપયોગ કરવા મળે છે. આ યુઝર્સ દ્વારા નવા ફીચર્સ વિશે જાહેરાત કરવામાં આવી છે. એક એન્જિનિયર મુજબ આ ફીચર હવે લોન્ચ કરવા માટે પણ તૈયાર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

XChat ડાયરેક્ટ મેસેજનું એડ્વાન્સ વર્ઝન

XChatને ડાયરેક્ટ મેસેજનું એડ્વાન્સ વર્ઝન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફીચર ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા એ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. આ નવી સિસ્ટમમાં ગ્રુપ મેસેજ, એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન, વેનિશિંગ મોડ, અનરીડ મેસેજ, તેમજ ફાઇલ શેરિંગ જેવા ફીચર્સ સામેલ છે. મેસેજને વધુ સુરક્ષિત રાખવા માટે ચાર અંકનો પાસકોડ પણ આપવામાં આવ્યો છે.

ઇન્ક્રિપ્ટેડ મેસેજને કર્યા લિમિટેડ

X દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ડાયરેક્ટ મેસેજના ઇન્ક્રિપ્શન ફીચરને હાલમાં સ્થગિત કર્યું છે. XChat લોન્ચ કરવામાં આવી રહ્યું હોવાથી આ સર્વિસ બંધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જોકે, પેઇડ કસ્ટમર્સ બે વર્ષ સુધી ઇન્ક્રિપ્ટેડ મેસેજ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

સિગ્નલ એપ જેવા ફીચર્સ લાવશે મસ્ક

ટ્વિટર ખરીદ્યા બાદથી ઇલોન મસ્ક સતત કહેતો આવ્યો છે કે તે X ને સિગ્નલ એપ જેવી મેસેજિંગ સર્વિસમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે. તેથી XChatના લોન્ચ સાથે તેનું વિઝન સમાન્તર જાશે. આ ફીચર દ્વારા યુઝર્સ X પર સુરક્ષિત અને સરળ રીતે મેસેજ મોકલી શકશે. ઇલોન મસ્ક X યુઝર્સ માટે શ્રેષ્ઠ અને અનન્ય મેસેજિંગ સર્વિસ પૂરી પાડવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

Related News

Icon