Tejashwi Yadav Narrowly Escapes Road Accident: બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા. એક બેકાબૂ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 2 સુરક્ષા કર્મચારી અને 1 ડ્રાઇવર ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે આ ઘટના તેમનાથી માત્ર 5 ફૂટ દૂર બની હતી.

