ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વિવિધ જિલ્લાઓમાં અને તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે.
ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેવલે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
મળતા અહેવાલ પ્રમાણે ભારે વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેવલે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હાતા. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી પરથી વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા આલ્હાદક દ્વશ્યો સર્જાયા હતા.