Home / World : Tensions between China and Taiwan are once again at an all-time high

ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ, સમુદ્ર અને હવામાં દેખાડ્યું શક્તિનું પ્રદર્શન

ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ, સમુદ્ર અને હવામાં દેખાડ્યું શક્તિનું પ્રદર્શન

ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ મંગળવારે તાઈવાનની આસપાસ મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો. આ સૈન્ય અભ્યાસમાં નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ અને ગ્રાઉન્ડ આર્મીનો સમાવેશ થાય છે. ચીને આ સૈન્ય પ્રવૃત્તિને તાઈવાનની સ્વતંત્રતા તરફના પગલા સામે  "ચેતવણી" તરીકે વર્ણવી છે. આ કવાયત કોઈપણ પૂર્વ સૂચના વિના શરૂ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

PLAના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા ઝી યીએ જણાવ્યું હતું કે આ યુદ્ધાભ્યાસ તાઇવાનની સ્વતંત્રતાને રોકવા માટે એક મજબૂત સંદેશ છે. ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે અને જરૂર પડ્યે તેને બળ વડે પોતાના નિયંત્રણમાં લેવાની ચેતવણી આપી રહ્યું છે. બીજી તરફ, તાઈવાન પોતાને સ્વતંત્ર લોકશાહી માને છે અને ચીનના આ વલણનો સખત વિરોધ કરે છે. તાઈવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે તેને ચીનની "ખુલ્લી લશ્કરી ઉશ્કેરણી" ગણાવી, કહ્યું કે તે માત્ર તાઈવાન સ્ટ્રેટમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિને જોખમમાં મૂકે છે.

સમુદ્ર અને હવામાં શક્તિનું પ્રદર્શન

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી તાઈવાનની આસપાસ 19 ચીની નૌસેનાના જહાજો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ચીનના શેનડોંગ એરક્રાફ્ટ કેરિયર ગ્રુપે પણ તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં પ્રવેશ કર્યો. તાજેતરના વર્ષોમાં, ચીને તાઇવાન સામે તેની લશ્કરી કાર્યવાહીની સંખ્યા અને સ્કેલ બંનેમાં વધારો કર્યો છે. તાઈવાનના રક્ષા મંત્રી વેલિંગ્ટન કુએ તેને પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો ગણાવ્યો અને કહ્યું કે ચીનનું આ પગલું તાઈવાન સામે મોટા હુમલાની તૈયારીનો સંકેત આપી શકે છે.

તાઇવાનના રાષ્ટ્રપતિને ખતરો

ચીનના તાઈવાનના મામલામાં કાર્યાલયના ઓફિસરે આ સૈન્ય અભ્યાસને તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે વિરુદ્ધ કાર્યવાહી ગણાવી છે. ચીને આરોપ લગાવ્યો હતો કે લાઈ ચિંગ-તે તાઈવાનની આઝાદી માટે સતત ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે અને ચીન વિરુદ્ધ વાતાવરણ બનાવી રહ્યા છે. 

ફિલિપાઈન્સની ચિંતા પણ વધી

ચીનની આ સૈન્ય કવાયતની અસર ફિલિપાઈન્સમાં પણ પહોંચી છે. ત્યાંના સૈન્ય વડા જનરલ રોમિયો બ્રોનર જુનિયરે કહ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો ફિલિપાઈન્સે પોતાના નાગરિકોને બચાવવા માટે તૈયાર રહેવું જોઈએ. લગભગ 2.5 લાખ ફિલિપિનો નાગરિકો તાઇવાનમાં કામ કરે છે અને જો ચીન હુમલો કરે છે તો તેમનું સુરક્ષિત સ્થળાંતર કરવું  એક મોટો પડકાર હશે.

TOPICS: CHINA Taiwan TENSION
Related News

Icon