Home / India : The whole world is praising Operation Sindoor: Amit Shah

પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને માર્યા, સમગ્ર દુનિયા ઓપરેશન સિંદૂરની કરી રહી છે પ્રશંસાઃ અમિત શાહ

પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને માર્યા, સમગ્ર દુનિયા ઓપરેશન સિંદૂરની કરી રહી છે પ્રશંસાઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહ આજે યુનિયન હોમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઇનામ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલમાં સંબોધન કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "BSF એ આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો છે અને તેને પૂર્ણ પણ કર્યું છે. નક્સલવાદ હોય, આતંકવાદ હોય કે ઉત્તર પૂર્વમાં શાંતિ જાળવવાની વાત હોય, તમે બધાએ તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી છે. BSF અને સેનાએ દુનિયા સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો

અમિત શાહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ગોળાથી આપવામાં આવ્યો હતો. દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાને ઘણી ઘટનાઓ કરી પણ તેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં. મોદીજી 2014 માં પીએમ બન્યા એ પછી ઉરીમાં આપણા સૈનિકો પર પહેલો મોટો હુમલો થયો અને અમે તેમના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. પુલવામામાં હુમલો થયો ત્યારે ભારતીય સેનાએ હવાઈ હુમલો કરીને તેનો જોરદાર જવાબ આપ્યો. ફરી એકવાર ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.

અમિત શાહે ઓપરેશન સિંદૂર વિશે શું કહ્યું 

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, આનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આજે આખી દુનિયા તેના જવાબ પર નજર રાખી રહી છે. આજે આપણી સેનાની મારક ક્ષમતાની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે. દુનિયાભરમાં ઘણી જગ્યાએ આતંકવાદીઓને જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ ભારતે બધાથી કંઈક અલગ જવાબ આપ્યો છે. 

પાકિસ્તાની એરબેઝ પર હુમલો કરીને અમારી પ્રહાર ક્ષમતાનું પ્રદર્શન કર્યું

૮ મેના રોજ, ઓપરેશન સિંદૂર શરૂ  થકી ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. અમે ફક્ત અને ફક્ત આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. અમે ન તો કોઈ સૈન્ય મથકને સ્પર્શ કર્યો કે ન તો કોઈ હવાઈ મથકને ટાર્ગેટ કર્યો. અમે આતંકવાદીઓ પર હુમલો કર્યો, પરંતુ 8 મે પછી પાકિસ્તાનીઓએ અમારી સૈન્ય છાવણીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક નાગરિક પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો વળતો જવાબ આપતા ભારતીય સેનાએ 9મી તારીખે તેમના એરબેઝ પર હુમલો કરીને અમારી પ્રહાર ક્ષમતાનું પ્રદર્શન કર્યું.

ઓપરેશન સિંદૂર અમૂલ્ય બની ગયું

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "વડાપ્રધાનની મજબૂત ઇચ્છાશક્તિ, સેનાનો ફાયરપાવર અને માહિતી એકત્ર કરવાની ચોકસાઈને કારણે ઓપરેશન સિંદૂર અમૂલ્ય બની ગયું છે. પાકિસ્તાને વર્ષોથી અહીં ઘણી ઘટનાઓને અંજામ આપ્યો છે પરંતુ અમે રક્ષણાત્મક પગલાં અપનાવવાનું ચાલુ રાખ્યું. અમે યોગ્ય જવાબ આપ્યો નહીં."

પીએમએ કહ્યું હતું કે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે

વર્ષ 2014 પછી ઉરીમાં હુમલો થયો અને અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી અને અંદર ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા. પુલવામામાં હુમલો થયો તો ભારતીય સેનાએ ઉરીથી જોરદાર જવાબ આપ્યો અને આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દીધા. ત્યારબાદ પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને મહિલાઓની સામે તેમના ધર્મ વિશે પૂછીને ગોળીએ માર્યા. ત્યારબાદ બિહારમાં પીએમએ કહ્યું હતું કે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

આપણું ઓપરેશન સચોટ હતું

અમિત શાહે કહ્યું, "આપણું ઓપરેશન સચોટ હતું. વિશ્વભરમાં આ ઓપરેશનની અને આપણી સેનાની પ્રશંસા થઈ રહી છે. આપણી સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને બહાદુરી બતાવી છે. અમને આનો ગર્વ છે. જ્યારે યુદ્ધની ઘોષણા કરવામાં આવી ન હતી, ત્યારે આપણા BSF એ તેમની ગોળીઓનો જવાબ ગોળાથી આપ્યો. એક ઇંચ પણ પાછળ હટ્યા નહીં. BSF એ બતાવી દીધું કે, જ્યાં સુધી તેઓ છે પાકિસ્તાન એક ઈંચ પણ જમીન નહીં લઈ શકે.

Related News

Icon