Home / India : 'We will not spare those who harbour terrorists', PM Modi gives a strong message

'આતંકવાદીઓને આશ્રય આપનારાઓને નહીં છોડીએ', PM મોદીએ આપ્યો સખત સંદેશ

'આતંકવાદીઓને આશ્રય આપનારાઓને નહીં છોડીએ', PM મોદીએ આપ્યો સખત સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્સો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે, હું રાષ્ટ્રપતિ લૌરેંસો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. PM મોદીએ આંતકવાદ અને પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આતંકવાદીઓને આશ્રય આપનારાઓને કડક ચેતવણી

પ્રધાનમંત્રીએ આતંકવાદીઓને ટેકો આપનારાઓને કડક ચેતવણી આપતા કહ્યું, 'અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પારના આતંકવાદ સામેની અમારી લડાઈમાં અંગોલાના સમર્થન બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.

પીએમ મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા જાનહાનિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રાષ્ટ્રપતિ લોરેન્સો અને અંગોલાનો આભાર વ્યક્ત કર્યો. અંગોલાને મદદની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'અંગોલાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે 200 મિલિયન ડોલરની સંરક્ષણ ક્રેડિટ લાઇન મંજૂર કરવામાં આવી છે.' સંરક્ષણ પ્લેટફોર્મના repair અને overhaul અને પુરવઠા અંગે પણ ચર્ચા થઈ. અમને અંગોલાના સશસ્ત્ર દળોને તાલીમ આપવામાં મદદ કરવામાં ખુશી થશે. 

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ વખતે પીએમ મોદીએ કહ્યું કે, 38 વર્ષ પછી, અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપશે. એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે.

Related News

Icon