
પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે. પૂંછમાં પણ સુરક્ષાદળોને આતંકીઓના ઠેકાણા મળ્યા છે જ્યાંથી ટિફિનમાં IED જપ્ત થયા છે. ખાસ વાત આ છે કે આ જેલમાં કેટલાક મોટા આતંકવાદી સજા કાપી રહ્યાં છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી સેના એલર્ટ મોડ પર છે.
જમ્મુની જેલોમાં આતંકી હુમલાનો ખતરો
જમ્મુ અને કાશ્મીરની જેલો પર સંભવિત રીતે આતંકી હુમલો થઇ શકે છે, જેને લઇને સુરક્ષા વધારવામાં આવી છે. રિપોર્ટમાં જાસુસી ઇનપુટના હવાલાથી કહેવામાં આવ્યું કે આતંકવાદી જમ્મુમાં કોટ બલવલ જેલ અને શ્રીનગર સેન્ટ્રલ જેલને નિશાન બનાવી શકે છે. આ જેલોમાં મોટા આતંકવાદીઓથી લઇને સ્લીપર સેલના સભ્ય બંધ છે.
ખાસ વાત આ છે કે આતંકવાદીઓને લોજિસ્ટિક મદદથી લઇને સુરક્ષા આપતા હતા. ગુપ્ત જાણકારીના આધાર પર જેલોની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી રહી છે અને કોઇ પણ ઘટનાથી બચવા માટે ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે DG (CISF)એ સ્થિતિની સમીક્ષા માટે શ્રીનગરમાં ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. વર્ષ 2023માં જમ્મુ અને કાશ્મીરની જેલોને CRPFથી લઇને CISFને સોપવામાં આવી છે.
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટી પર 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા.