
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે આ ઓપરેશનના વધુ ચોક્કસ પુરાવા સામે આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
બહાવલપુરમાં 21 આતંકવાદીની કબરોની તસવીરો વાયરલ
વાસ્તવમાં પાકિસ્તાનના બહાવલપુરમાં 21 આતંકવાદીઓની કબરોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ કબરો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની છે અને તેમાંથી કેટલીક કબરો મસૂદ અઝહરના નજીકના અને તેના પરિવારના લોકોની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તસવીરો ભારતે કરેલી સ્ટ્રાઈકના વિશ્વનીયતાના પુરાવો દર્શાવે છે.
બહાવલપુરના એક કબ્રસ્તાનમાં મસૂદનો પરિવાર દફન
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા, જેમાં અનેક આતંકવાદીઓના મોત થયા છે. આ હુમલામાં આતંકવાદી જૈશનો વડો મૌલાના મસૂદ અઝહરના પરિવારના લોકો પણ સામેલ હતા. તેમની કબરો બહાવલપુરના એક કબ્રસ્તાનમાં બનાવાઈ છે. આ પુરાવા ઓપરેશન સિંદૂરની સફતાનું પ્રતિક છે, કારણ કે કેન્દ્ર સરકારે ઓપરેશન હેઠળ આતંકવાદી સંગઠનના મોટા નેતાઓને નિશાન બનાવ્યા હતા.
જૈશના ઓપરેટિવે તસવીરો શેર કરી
જૈશ-એ-મોહમ્મદના ઓપરેટિવે આતંકવાદીઓની કબરોની તસવીરો ફેસબુક પર શેર કરી છે. તેમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યોની કબરો પણ સામેલ છે. તસવીરો સાથે શેર કરાયેલા વીડિયોમાં મસૂદનો અવાજ પણ સંભળાય છે. આ ઓપરેશનમાં ભારતના ટોચના દૂશ્મન મસૂદને મોટો ઝટકો મળ્યો છે.