
ફિલ્મ ડાયરેક્ટર-પ્રોડ્યૂસર વિવેક રંજન અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યુ, 'બંગાલના નરસંહાર' પર બનેલી તેમની અપકમિંગ ફિલ્મ 'ધ દિલ્હી ફાઇલ્સ'નું ટાઇટલ બદલવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટને પણ આગળ વધારવામાં આવી છે. ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટનો પણ ખુલાસો થયો છે.
ધ દિલ્હી ફાઇલ્સનું નામ બદલાયું
ફિલ્મ 'દિલ્હી ફાઇલ્સ'નું નામ બદલીને હવે 'ધ બંગાલ ફાઇલ્સ' કરવામાં આવ્યું છે. આ એનાઉન્સમેન્ટ સાથે વિવેક રંજને ઇંસ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા લખ્યુ- ઘણી મોટી જાહેરાત, દિલ્હી ફાઇલ્સ હવે ધ બંગાલ ફાઇલ્સ છે. ટીઝર આ ગુરૂવારે 12 જૂને બપોરે 12 વાગ્યે આવી રહ્યું છે. ફિલ્મ 05 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.
પહેલા 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી ફિલ્મ
મહત્ત્વપૂર્ણ છે કે 'ધ દિલ્હી ફાઇલ્સ:બંગાલ ચેપ્ટર' પહેલા 15 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની હતી. ફિલ્મના નામમાં બદલાવ અને તેની રિલીઝ ડેટની જાહેરાતે આ વર્ષની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક બનાવી દીધી છે. 15 મેએ શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં વિવેક રંજન અગ્નિહોત્રીએ શૂટિંગ અંતિમ તબક્કામાં હોવાની જાણકારી આપવાની સાથે ફેન્સને 'ક્રાઉડસોર્સિંગ રિસર્ચ'ની અપીલ પણ કરી હતી.
રિસર્ચ દરમિયાન લોકોની મદદ મળી
એક વીડિયો શેર કરતા વિવેક અગ્નિહોત્રીએ અપીલ કરી હતી કે તે બંગાલ પર પોતાની અપકમિંગ ફિલ્મ માટે ક્રાઉડસોર્સિંગ રિસર્ચ કરી રહ્યાં છે. જો ફેન્સ હિસ્ટ્રી બનાવવામાં કોન્ટ્રીબ્યૂશન આપવા માંગે છે તો તેમની પાસે 'ક્રાઉડસોર્સિંગ રિસર્ચ' દ્વારા મદદ કરવાનો રસ્તો છે. વિવેક અગ્નિહોત્રીએ એમ પણ જણાવ્યુ કે કોલકાતા અથવા નોઆખલી રમખાણના કેટલાક પીડિતો સાથે વાતચીત કરી છે અને વીડિયો રેકોર્ડ કર્યા છે તેના માટે તેમને હજારો પુસ્તક, રિપોર્ટ્સ અને અખબારના કટિંગ્સ વાંચ્યા છે.