ગુજરાતમાં કડી- વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને આપ માંથી રાજીનામું આપનાર વિસાવદર ચૂંટણીના પ્રખર દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું છે, ભુપત ભાયાણીએ કહ્યું કે મેં રાજી-ખુશીથી ટિકિટ જતી કરી છે.
વિસાવદરમાં લોકોના પ્રશ્નો હલ કરવા બીજેપીને સત્તાની જરૂર
વિસાવદરમાં લોકોના પ્રશ્નો હલ કરવા બીજેપીને સત્તાની જરૂર છે, અને કિરીટ પટેલને જીતાડવા પાર્ટીને વચન આપ્યું છે એ માટે પૂરતા પ્રયત્નો હું કરીશ. તો બીજી તરફ તેમણે નિવેદન આપ્યું હતું કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય પાર્ટીઓના નેતા સાથે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લીધો છે.