Home / Gujarat / Ahmedabad : Police arrested Bunty-Babli for black marketing of IPL final match tickets

અમદાવાદમાં IPL ફાઈનલ મેચને લઈને ટિકિટોમાં કાળાબજારી, પોલીસે બંટી-બબલીની કરી ધરપકડ 

અમદાવાદમાં IPL ફાઈનલ મેચને લઈને ટિકિટોમાં કાળાબજારી, પોલીસે બંટી-બબલીની કરી ધરપકડ 

અમદાવાદ: IPL ફાઈનલ મેચ ત્રીજી જૂને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાશે. જેના પગલે ટીકીટીનો ખૂબજ ડિમાન્ડ઼ વધી રહી છે, ફાઈનલ મેચની ટિકીટોના ધૂમ કાળાબજાર થઈ રહ્યાં છે. ત્રણ ગણાં  ભાવે ટિકીટો વેચાઈ રહી છે, જેથી કાળાબજારીયાઓને બખ્ખાં થયા છે. IPL ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિયાઓ ભારે ઉત્સુક બન્યાં છે. અમદાવાદમાં IPLની ફાઈનલ મેચની ટિકીટો ગણતરીના કલાકોમાં જ વેચાઈ હતી. પોલીસે IPL 2025 ફાઇનલ મેચની ટીકીટની કાળાબજારી કરતા બંટી-બબલી ઝડપાયા છે. ક્રિકેટ સ્ટેડીયમની બહારથી ચાંદખેડા પોલીસે બંન્નેને ઝડપી લીધા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

IPL 2025 ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવવા જય રહી છે ત્યારે હવે મેચની ટિકિટોને લઈને કાળાબજારી સામે આવી છે. ચાંદખેડા પોલીસે મેચની ટીકીટ બ્લેકમાં વેંચતા બંટી-બબલીને ઝડપી પાડ્યા છે. બન્ને આરોપી પાસેથી ફાઇનલની 8 ટીકીટો મળી આવી છે. આરોપીઓ 2500 રૂપીયાની ટીકિટ 7 હજારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસએ વાસણાના જય પટેલ અને વાગ્મી પટેલની સમગ્ર મામલે ધરપકડ કરી છે. ચાંદખેડા પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાળાબજારીયાઓ ફેસબુક, વોટ્સએપ પર ત્રણ ગણાં ભાવે ટિકીટો વેચી રહ્યા છે

ઓનલાઈન બુકિંગ કરીને હવે કાળાબજારીયાઓ ફેસબુક, વોટ્સએપ પર ત્રણ ગણાં ભાવે ટિકીટો વેચી રહ્યા છે. જાણવા મળ્યું છે કે રૂપિયા 15 હજારની પ્રેસિડેન્ટ ગેલેરીનો ભાવ 30-35 હજાર પર પહોંચ્યો છે, સાઉથ પ્રિમિયમ ટીકીટનો ભાવ 6500 છે જે 17 હજારમાં વેચાઈ રહી છે.

દોઢ હજારની ટિકિટનો ભાવ 5 હજાર પહોંચ્યો

દોઢ હજારની ટિકિટ રૂપિયા 5 હજારમાં વેચાઈ રહી છે, 2500ની ટિકિટ રૂપિયા 7500માં લેવો ક્રિકેટ રસિયાઓ મજબૂર બની રહ્યા છે. કોમ્પલીમેન્ટરી ટિકિટ પણ મોંઘા ભાવે વેચાઈ રહી છે. 



 

 

Related News

Icon