Home / India : Government earned Rs 300 crore by selling toilet water, Nitin Gadkari reveals

સરકારે ટોઈલેટનું પાણી વેચી 300 કરોડની કરી કમાણી, નીતિન ગડકરીએ કર્યો ખુલાસો

સરકારે ટોઈલેટનું પાણી વેચી 300 કરોડની કરી કમાણી, નીતિન ગડકરીએ કર્યો ખુલાસો

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઈનોવેટિવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે સફળ આઈડિયા માટે જાણીતા છે. તેમણે એક ખાનગી ચેનલને આપેલા જણાવ્યું હતું કે, પોતાના સંસદીય મત વિસ્તાર નાગપુરમાં સરકારે ટોઈલેટનું પાણી વેચીને રૂ. 300 કરોડની કમાણી કરી છે. આ સાથે તેમણે વોટર રિસાયક્લિંગ પર ભાર મૂકતા કહ્યું કે, રિસાયકલિંગ કરેલું પાણી નગરપાલિકાના ટોયલેટને વેચ્યું જેનાથી આ આવક થઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વોટર રિસાયક્લિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો

નીતિન ગડકરીએ જણાવ્યું કે, વોટર રિસાયક્લિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો, ત્યારે હું જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતો. 2017થી 2019 દરમિયાન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. જેમાં મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરી તેને ઈન્ડિયન ઓઈલની મથુરા રિફાઈનરીમાં રૂ. 20 કરોડમાં વેચ્યું હતું.

40:60 PPP મોડલ

આ પ્રોજેક્ટમાં સરકારે 40 ટકા અને રોકાણકારોએ 60 ટકા રોકાણ કર્યું હતું. ત્યારે મથુરામાં 90 એમએલડીનો કાંપ હતો. આ પ્રોજેક્ટમાં પાણીને શુદ્ધ કરી તેને મથુરા રિફાઈનરીને વેચ્યું હતું. મથુરા રિફાઈનરીને અમે તેના પાણી માટે થતાં ખર્ચ કરતાં સસ્તા દરે પાણી વેચ્યું હતું.

ટોઈલેટનું પાણી વેચી રૂ. 300 કરોડની કમાણી

ગડકરીએ જણાવ્યું હતું કે, મથુરા રિફાઈનરી માટે અમે રૂ. 20 કરોડમાં રિસાયક્લ્ડ વોટર પૂરુ પાડ્યું હતું. જે યુપી સરકાર પાસેથી વાર્ષિક રૂ. 25 કરોડના ખર્ચે પાણી ખરીદી રહી હતી. અમે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડ કમાતા હતાં. દરેક શહેરમાં જો પાણી રિસાયકલ કરી ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો જળ બચાવોના મિશનને વેગ મળી શકે છે.

Related News

Icon