
વડોદરા શહેરમાં એક બાદ એક ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે. આવો જ એક ભૂવો શહેરના વીઆઇપી રોડ પર પડ્યો છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા તંત્રના પાપે હાલ તો ભૂવા નગરી તરીકે ઓળખાય રહ્યું છે. શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓ પૈકી એક એવા વીઆઇપી રોડ પર એક આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે હાલ ચોમાસાની સિઝન પણ નથી તો વગર વરસાદે ભૂવો કઈ રીતે પડ્યો તેવો પ્રશ્ન લોકો તંત્રને કરી રહ્યા છે. આ રસ્તેથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે પણ આ ભૂવાના લીધે તેમને હાલાકી વેઠવી પડી રહી છે. આ ભૂવાના કારણે જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની? તેવી ચર્ચા પણ સ્થાનિકોમાં છે.