Home / India : Major army attack on terrorists in Kashmir

J&K News: કાશ્મીરના ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર, સુરક્ષાદળોને મળી મોટી સફળતા

J&K News: કાશ્મીરના ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર, સુરક્ષાદળોને મળી મોટી સફળતા

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ત્રાલના નાદિર ગામમાં સુરક્ષાદળોએ ઠાર માર્યા

આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ મળ્યા હતા. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું હતું. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.


મંગળવારે શોપિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખાસ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને જિનપથેર કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું.

Related News

Icon