Home / Lifestyle / Health : Unique treatment of Ayurveda:- ''Katibasti''

Sahiyar : આયુર્વેદની અનોખી સારવાર :-''કટિબસ્તિ'' 

Sahiyar : આયુર્વેદની અનોખી સારવાર :-''કટિબસ્તિ'' 

- આરોગ્ય સંજીવની

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજનાં સમયમાં કટિશૂલ એટલે કે કમરનો દુ:ખાવો ૭૦ થી ૭૫% વ્યક્તિઓમાં જોવા મળતી વ્યાધિ છે. અને આ રોગ મોટા ભાગે ૩૦ થી ૫૦ વર્ષની ઊંમરની વ્યક્તિઓમાં અત્યારે વધારે જોવા મળે છે. વૃધ્ધોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. પરંતુ તેમને થતાં કટિશૂલના કારણો નાની ઉંમરની વ્યક્તિને થતાં કટિશૂલનાં કારણો કરતાં ઘણાં જ અલગ હોય છે.

વૃધ્ધાવસ્થામાં જેમ-જેમ ઉંમર વધતી જાય છે,તેમ-તેમ શરીર જીર્ણ થતું જાય છે,તથા સાથે સાથે કરોડરજ્જુના મણકાઓ અને વચ્ચેનો જેને આપણે સામાન્ય ભાષામાં ખૂંધ તરીકે ઓળખીએ છીએ,તે વગેરે છે. ક્યારેક સામાન્ય કરતા વધારે પડતું વજન ખોટી રીતે ઉંચકી લેવાથી પણ સ્નાયુઓમાં સ્પાઝમ થઈ દુ:ખાવો શરૂ થઈ જતો જોવા મળે,અને કટિશૂલ થાય છે.

સ્ત્રીઓમાં આ રોગનાં કારણોમાં સફેદ પાણી પડવું (લ્યુકોરિયા),સગર્ભાવસ્થા,વધારે પડતો ગર્ભપાત,ગર્ભસ્ત્રાવ કે પ્રજનન અવયવ સંબંધી રોગોને કારણે પણ સ્ત્રીઓમાં કટિશૂલ જોવા મળતો હોય છે. ઘણીવાર અતિશય માનસિક તાણથી પણ શરીરનાં સ્નાયુઓ સ્વાભાવક રીતે કટિશૂલનાં દર્દીઓએ પથ્યા-પથ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાયડા ખોરાકનો ત્યાગ કરવો. વટાણા,રીંગણ, ગુવાર,ચોળી જેવાં વાતવર્ધક પદાર્થો આહારમાં લેવા નહીં. તેનાં સ્થાને લીલી શાકભાજી,મગ,વિટામિન અને કેલ્શિયમ યુક્ત આહાર, દૂધ-ઘી,તથા સુપાચ્ય અને પોષણયુક્ત ખોરાક લેવાનો દર્દીએ આગ્રહ રાખવો. આહારમાં ખાટા પદાર્થોનો ઉપયોગ પણ નહિવત્ કરવો.

ગાદીમાં પણ ઘસારો લાગે છે. વળી,વૃધ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ પણ પ્રબળ હોય છે. જેથી,ઘડપણમાં કમરનો દુ:ખાવો થવો સ્વાભાવિક છે. પરંતુ આજ-કાલ નાની વયની વ્યક્તિઓમાં પણ કમરનો દુ:ખાવો સામાન્ય બની ગયો છે,અને તેમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગનો ભોગ વધારે બને છે. કમરનાં દુ:ખાવાનાં અન્ય કારણમાં મનફાવે તેમ કમરને વાળવી,ઝાટકા સાથે એકા-એક ઊભા થવું,કલાકો સુધી એક જ સ્થાન પર બેસીને કામ કરતાં રહેવું,મણકા કે કરોડની રચનાત્મક ખામી હોવી,કરોડ કોઈ એક બાજુ વધારે નમેલી હોવી કે વધુ પડતી પાછળ હોવી,જે સંકુચિત અવસ્થામાં રહે છે., અને વધારે પડતી માનસિક તાણથી વ્યક્તિ બેઠાડુ જીવન વધારે જીવે છે,જેથી નબળા પડેલા કમરનાં સ્નાયુઓમાં દુ:ખાવો શરૂ થઈ શકે છે.

ઘણીવાર ઓસ્ટીઓ આર્થરાઈટિસ કે રુમેટોઈડ આર્થરાઈટિસ વગેરેમાં પણ કમરનો દુ:ખાવો જોવા મળતો હોય છે. જ્યારે શરીરવાળી વ્યક્તિઓમાં શ્રમ અને વ્યાયામ અલ્પ જોવા મળે છે. આવી બેઠાડુ જીવન ગાળતી વ્યક્તિઓને પણ કમરનો દુ:ખાવો થઈ શકે છે.

* કમરનાં દુ:ખાવામાં શું કાળજી લેવી :-

(૧)    આયુર્વેદ મુજબ કોઈ પણ પ્રકારનાં દુ:ખાવા માટે વાયુ કારણભૂત હોય છે. વાયુ વિના શૂળ થતું નથી. તેથી સૌ-પ્રથમ વાત પ્રકોપ આહાર-વિહારનો ત્યાગ કરવો. મગ સિવાયનાં મોટાભાગનાં કઠોળ વાત પ્રકોપક છે. ખોરાકમાં લીલા શાકભાજી,દુધ,વિટામિન અને કેલ્શિયમયુક્ત આહાર તથા સાદો આહાર લેવો.

(૨)    શરીરીમાં (મેદ) - ચરબી વધવા ન દેવી.

(૩)    કમરમાં ખૂબ દુ:ખાવો રહેતો હોય તો કમરની ફરતે બેલ્ટ પહેરી રાખવો કે ગરમ કપડું વીંટાળી રાખવું.

(૪)    નિયમિત શરીરને માફક આવે તેવો વ્યાયામ કરવમાની આદત પાડવી.

(૫)    ઠંડા પાણીથી સ્નાન ન કરવું,તથા ઠંડા આહાર-પીણાનો ત્યાગ કરવો.

*ઔષધ સારવાર :-

વૈદ્ય કે નિષ્ણાતની સલાહ પ્રમાણે નીચે મુજબની ઔષધ - સારવાર કરી શકાય છે. જેમાં,

(૧) સિંહનાદ ગુગળ કે મહાયોગરાજ ગુગળની બે-બે ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી.
 
(૨) મહારાસ્નાદિ કવાથ કે રાસ્ના સપ્તક્ કવાથ સવાર-સાંજ લેવો.

(૩) કમરમાં ખૂબ જ પીડા થતી હોય તો પંચગુણ તેલ કે નિર્ગુંડી તેલને સહેજ ગરમ કરી કટિમાં અભ્યંગ કે માલિશ કરવું તથા નિવાતસ્થાનમાં બેસવું

(૪) પેટ હંમેશા સાફ રાખવું,કબજિયાત રહેતી હોય તો એરંડાપૃષ્ટ,હરડે ચૂર્ણ ૧ ચમચી રાત્રે ગરમ પાણી સાથે લેવું.

(૫) ગાયના દૂધમાં બનાવેલ અશ્વગંધા ક્ષીરપાક સતત ૨૧ દિવસ સુધી લેવો. આ પ્રયોગ કટિશૂલનાં દર્દીઓ પર અદ્ભૂત પરિણામ આપે છે.

આ ઉપરાંત 'કટિશૂલ'માં ''કટિબસ્તિ'' એ શ્રેષ્ઠ સારવાર સાબિત થયેલ છે. કટિ પ્રદેશમાં અડદનાં લોટની કણક બાંધીને સુખોષ્ણ વાતઘ્ન,ઔષધ તેલ દ્વારા કરવામાં આવતો ''કટિબસ્તિ'' નો પ્રયોગ એ કટિશૂલની વેદનામાં ખૂબ જ ઝડપી અને ધાર્યું પરિણામ આપે છે. ''કટિશૂલમાં કટિબસ્તિ'' એ ઉત્તમ સારવાર સાબિત થયેલ છે.

નિદ્રા,આરામ અને આહાર પ્રત્યેની કાળજી તથા ઔષધનું નિયમિત સેવન કટિશૂલની વેદનામાંથી કાયમી મુક્તિ અપાવે છે.

- જહાનવીબેન ભટ્ટ

Related News

Icon